ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2000 20 21 માં ગુણોત્સવ 2.0 નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા શાળાની બે દિવસની મુલાકાત લઇ જુદા જુદા ક્ષેત્રની તપાસ કરી ચકાસણી કરવામાં આવી. તેમજ સાધનિક કાગળો પ્રવૃત્તિઓ ની ફાઈલ અહેવાલ ફોટોગ્રાફ્સ વાલી મીટીંગ વિદ્યાર્થી પ્રતિભાવ શિક્ષક પ્રતિભાવ વગેરે નું મૂલ્યાંકન કરી સરકાર દ્વારા પરિણામ જાહેર કરવામાં જેમાં રાજકોટ જિલ્લાની ૮૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાંડા હડમતીયા પ્રાથમિક શાળા ત્રીજા ક્રમે આવી તેમ જસદણ તાલુકાની કુલ ૧૧૫ પ્રાથમિક શાળાઓમાં પ્રથમ નંબર મેળવી શિક્ષણની ગુણવત્તા અંતર્ગત A WITH 3 STAR મેળવેલ છે. જેના માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ ખૂબ મહેનત કરી પરિણામ લક્ષી આયોજન કરી આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. વિદ્યાર્થીઓને આયોજનપૂર્વકની મહેનત અને માર્ગદર્શન દ્વારા શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કર્યો છે. સમગ્ર ખાંડા હડમતીયા પ્રાથમિક શાળા પરિવાર તેમજ ખાંડા હડમતીયા ગામ ગૌરવ અનુભવે છે.
No comments:
Post a Comment