ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત ગોઠવવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓને જસદણ શહેરમાં આવેલ ફાયર બ્રિગેડ ની મુલાકાત લેવામા આવી. જેમાં જુદા-જુદા ફાયર ઇક્વિપમેન્ટ નો કેવી રીતે ઉપયોગ કરવો ? તેમજ આગ કેવી રીતે ફેલાઇ શકે છે ? કેવા કેવા પ્રકારની આગ હોય છે ? તે તમામ પ્રકારની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. સાથે જસદણ ફાયર સ્ટેશન પાસે કેવા પ્રકારના સાધનો તેમજ વાહન ઉપલબ્ધ છે તેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. આગ કેવી રીતે ઓલવવી એનું પણ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું.
ફાયર બ્રિગેડ ની મુલાકાત
માર્કેટિંગ યાર્ડ ની મુલાકાત
હડમતીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખેડૂતના દીકરાઓ હોય માર્કેટિંગ યાર્ડ ની મુલાકાત લેવામાં આવી ખેતીમાં તૈયાર થતો પાક કઈ રીતે અને કરી બજારમાં વેચવામાં આવે છે તેની માહિતી મુલાકાત દરમિયાન આપવામાં આવી.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માર્કેટિંગ યાર્ડ
વિદ્યાર્થીના તમામ બેંકના ખાતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માર્કેટિંગ યાર્ડ માં હોય માર્કેટિંગ યાર્ડ ની મુલાકાત લઇ બેંક વિશે ની માહિતી આપવામાં આવી તેમજ બેંક તરફથી આપવામાં આવતા લાભ અને સેવાઓ ની વાત બેંકના કર્મચારી દ્વારા કરવામાં આવી.
જસદણ તાલુકાના મુખ્ય પોલીસ સ્ટેશનની મુલાકાત
જસદણ તાલુકાના મુખ્ય પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી જેમાં પોલીસ દેશમાં આવેલા જુદા જુદા વિભાગો તેમજ પોલીસ સ્ટેશનની કાર્યરીતિ થી પરિચિત થાય તે માટે પીએસઆઇ રાણા સાહેબ તેમને તમામ માહિતી આપી તેમજ પોલીસ કેવા સાધનોથી સુસજ્જ હોય છે તે ડેમોસ્ટ્રેશન દ્વારા દેખાડવામાં આવ્યું
No comments:
Post a Comment