ખાંડા હડમતિયા પ્રાથમિક શાળામા શિક્ષક દિન ની ઉજવણી
આજરોજ તારીખ 09-09-2021 ના રોજ ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ખાંડા હડમતીયા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના 102 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષક દિનની ઉજવણી કરી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ના જન્મદિન નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શાળાના આચાર્યશ્રી સુનિલ ભાઈ પરમાર તેમજ શાળાના શિક્ષક શિક્ષક દેવિકાબેન મકાણી તેમજ ભાવેશભાઇ સાપરા તે વિદ્યાર્થીઓને શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું જે અંતર્ગત શાળાના શિક્ષક શ્રી રમેશભાઇ કુકડિયા, રસિકભાઇ રાજપરા, વિજયભાઇ દેવમુરારી, માયાબેન યાદવ તેમજ નિર્મળાબેન વાજાએ આજે શિક્ષક તરીકે ભાગ લેનાર તમામ ને શુભેચ્છાઓ આપી હતી. તેમજ આજના ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ પોતે શિક્ષક બની આજે શિક્ષણકાર્ય કરાવ્યું હતું.જેમાં કુલ 24 વિદ્યાર્થીઓએ આજે શિક્ષક બની પોતાનું કાર્ય અને ફરજ બજાવી હતી.
આજના શિક્ષક દિન ના આચાર્ય શ્રી ધૃવ સુરેશભાઇ કુકડિયા અને ઉપ આચાર્ય શ્રી જયશ્રી વિનુભાઇ મકવાણાએ વિદ્યાર્થીઓને પ્રાર્થનામાં માર્ગદર્શન આપ્યું હતું તેમજ આજના દિવસે કરવાની થતી પ્રવૃત્તિઓ તેમજ કેવી રીતે વર્ગનું સંચાલન થશે તેની માહિતી તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપી હતી. બીજા તમામ વિદ્યાર્થીઓએ વર્ગમાં તેમને ખૂબ જ સહકાર આપ્યો હતો.
આખો દિવસ વિદ્યાર્થીઓ અને આજના શિક્ષકો ખૂબ જ કાર્યરત રહી સાચા અર્થમા શિક્ષણને સમર્પિત દિવસ પસાર કર્યો. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ થયો ઘણી બધી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ શીખ્યા સાથે રમત ગમત પ્રવૃત્તિઓ પણ કરી. ૫.૦૦ કલાકે પ્રતિભાવ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં દરેક ધોરણમાંથી બે પ્રતિભાવ રજૂ કર્યા આવી રીતે એક ખૂબ જ પ્રવૃત્તિશીલ દિવસ પસાર થયો
આચાર્ય શ્રી ધૃવ સુરેશભાઇ કુકડિયા
No comments:
Post a Comment