વોશેબલ માસ્ક અને સેનેટાઇઝર વિતરણ
આજ તા. ૦૭-૦૯-૨૦૨૧ ના રોજ ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં શાળા ખુલતાની સાથે જ covid-19 સરકાર શ્રી ની ગાઈડલાઈન નું અમલીકરણ કરવાનું હોય, ખાંડા હડમતીયા ગામના સુશિક્ષિત યુવાન શ્રી હેમંતભાઈ મશરૂભાઈ શેખ દ્વારા ધોરણ ૬ થી ૮ માં ભણતા કુલ ૧૦૨ વિદ્યાર્થીઓને વોશેબલ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું. તેમજ શાળાને જરૂરિયાતનું સેનેટાઈઝર પણ આપવામાં આવ્યું. કોરોના અંતર્ગત તેવી તકેદારી રાખવી જોઈએ તે વિગતે ચર્ચા પણ કરી.
હેમંતભાઈ મશરૂ ભાઈ એ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ત્રણ વર્ષ જેટલી સેવા આપેલ છે તેમજ તેમણે DIPLOMA IN YOGIC SCIENCE અભ્યાસ પણ કર્યો હોઇ અનુભવના આધારે કોરોના ની ગાઈડલાઈન પાલન કરવા માટે કેવી તકેદારી રાખવી તેની જાણ વિદ્યાર્થીઓને કરી હતી. ખાંડા હડમતીયા પ્રાથમિક શાળા પરિવાર તેમજ શાળાની એસ.એમ.સી સભ્યો દાતા શ્રી શેખ હેમંતભાઈ મશરૂભાઈ શેખ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
No comments:
Post a Comment