NEWS...............

શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં ૧૬/૮/૧૯૯૪ નો જી.આર નીચે આપેલ છે અભ્યાસ કરો....

Tuesday, August 31, 2021

ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં સ્વ. હીરાભાઈ રાણાભાઇ રબારી તેમજ સ્વ. રૈયાબેન હીરાભાઈ રબારી ના સ્મરણાર્થે રૂપિયા 41000 નું વોટર કુલર શાળાને અર્પણ ....દાતા સન્માન

         ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં સ્વ. હીરાભાઈ રાણાભાઇ રબારી તેમજ સ્વ. રૈયાબેન હીરાભાઈ રબારી ના સ્મરણાર્થે  રૂપિયા 41000 નું વોટર કુલર શાળાને દાનમાં આપવામાં આવ્યું.

        સ્વ. હિરાઆપાના તેમજ સ્વ. રૈયામા ના  પરિવાર ના સભ્યો સ્વ. રામશીભાઈ હીરાભાઈ સાંબડ રબારી તેમજ જીલુભાઇ હીરાભાઈ સાંબડ દ્વારા શાળાને અર્પણ કરવામાં આવ્યું. જેમાં જહાભાઈ રબારી પરિવાર ના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી શાળાને અર્પણ કરવામાં આવ્યું.

        શાળાના આચાર્યશ્રી સુનિલ ભાઈ પરમાર દ્વારા તેમજ એસ.એમ.સી.ના સભ્યો તેમજ ગામના સરપંચ અને  ગામના આગેવાનો દ્વારા વોટર કુલર ની ભેટ સ્વીકારવામાં આવી.

         દાતાશ્રી નું સન્માન સન્માનપત્ર આપી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ની ઉપસ્થિતિ હોય ગામ તેમજ શાળા માટે ગૌરવ ની વાત કહી શકાય.















No comments:

Post a Comment