ખાંડા હડમતિયા પ્રાથમિક શાળામાં સરકાર શ્રી ની સુચના મુજબ life skill નું આયોજન કરવામાં આવ્યું જેમાં લાઈફ સ્કીલ અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં સ્ક્રૂ ફીટ કરવો, ખીલી મારવી,ફ્યુઝ બાંધવો, કુકર બંધ કરવું, ગેસનું રેગ્યુલેટર ચાલુ કરવુ-બંધ કરવું, ગેસ શરૂ કરવો - બંધ કરવો નાળિયેર ના પાન માંથી સાવરણાની સળીઓના બનાવવી, ઉભો સાવરણો તૈયાર કરવો, ઇસ્ત્રી કરવી તેમજ આનંદ બજાર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગણિત ના પ્રકરણ નફા અને ખોટ વિશે સારી રીતે જાણી શક્યા હતા. શાળાના શિક્ષક દેવિકાબેન મકાણી તેમજ ભાવેશભાઈ સાપરા તેમજ બી.એડ તાલીમાર્થી સાગર ઝાપડીયા એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. બાળમેળો અને લાઈફ સ્કીલ ના સફળતાપૂર્વક આયોજન માટે શાળા ના મુખ્ય શિક્ષક શ્રી સુનીલભાઈ પરમારે શાળાના તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
No comments:
Post a Comment