NEWS...............
Tuesday, August 31, 2021
૧૫ ઓગષ્ટ ૨૦૨૧ ના રોજ ધોરણ ૧ થી ૮ ના વાલીઓની મીટીંંગ નુ આયોજન
ખાંડા હડમતિયા પ્રાથમિક શાળામા સરકાર શ્રી ની સુચના અને માર્ગદર્શિકા મુજબ ૧૫ ઓગષ્ટ ૨૦૨૧ ના રોજ ધોરણ ૧ થી ૮ ના વાલીઓની મીટીંંગ નુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા ખાંડા હડમતિયા પ્રાથમિક શાળા ના તમામ શિક્ષકો અને લીલાપુર કન્યા સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી સુરેશભાઇ અણિયાળિયા તેમજ એસ.એમ.સી અધ્યક્ષ અને તમામ સભ્યો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. શિક્ષક તરીકે નુ માર્ગદર્શન શાળાના શિક્ષક દેવિકાબેન મકાણી દ્રારા આપવામા આવ્યું હતું. જેમાં હાલની કોવિદ - ૧૯ ની પરિસ્થિતિ ને લઇ ને શાળા દ્વારા શિક્ષણ માટેના પ્રયત્નો ની વાત વાલી સમક્ષ મુકવામા આવી હતી. તેમજ વાલી પ્રતિનિધિ તરીકે વિક્રમભાઇ મકવાણાએ પ્રતિભાવ આપ્યો હતો. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા માં શાળા સ્વચ્છતા, પીવાના શુધ્ધ પાણી, શાળા બહારના બાળકો, જ્ઞાન કુંંજ પ્રોજેક્ટ, વૃક્ષા રોપણ, શાળા વિકાસ પ્લાન, તેમજ હાલમા કાર્યરત મહોલ્લા શાળા ની ચર્ચા કરવામા આવી.લીલાપુર કન્યા સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી સુરેશભાઇ અણિયાળિયાએ પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment