NEWS...............

શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં ૧૬/૮/૧૯૯૪ નો જી.આર નીચે આપેલ છે અભ્યાસ કરો....

Friday, December 17, 2021

ઇકો ક્લબ દ્વારા મહેંદી સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા

             આપણી  ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની વિવિધ આવડતનો વિકાસ થાય વિવિધ કૌશલ્યો કેળવાય તે અંતર્ગત વર્ષ ૨૦૨૧- ૨૨ તા. ૧૭/૧૨/૨૦૨૧ ના રોજ ધો ધોરણ ૩ થી 8 સુધીના વિદ્યાર્થીઓની જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દ્વારા કૌશલ્યોની ખીલવણી થઈ શકે તેવી પ્રવૃત્તિ જેમકે  મહેંદી સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું 

            જેમાં ધોરણ 3 થી 8 સુધીની કન્યાઓ એ મહેંદી સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌવત દર્શાવ્યું હતું. જ્યારે ચિત્ર સ્પર્ધાનું આયોજન શાળાની ઇકો ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય બાબત પેન્સિલના શેડો દ્વારા ચિત્ર નું નિર્માણ કરવું તે હતી.  મોટાભાગના વિદ્યાર્થીઓએ આ પ્રવૃતિમાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં શાળાના મુખ્ય શિક્ષક તેમજ તમામ શિક્ષકોએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું                                     
































Wednesday, September 22, 2021

ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાના બાળકો ની ગ્રામ પંચાયત કચેરી અને સહકારી દુધ મંડળી ની શૈક્ષણિક મુલાકાત ( KHANDA HADMATIYA EXPOSURE VISIT )

         આજ રોજ તા. ૨૨-૦૯-૨૦૨૧ ના રોજ ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાના બાળકો ની ગ્રામ પંચાયત કચેરી અને સહકારી દુધ મંડળી ની  શૈક્ષણિક મુલાકાત ( KHANDA HADMATIYA EXPOSURE VISIT ) નુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા ધોરણ ૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓ એ ગ્રામ પંચાયત કચેરી અને સહકારી દુધ મંડળી ની મુલાકાત લીધી હતી. 

            ખાંડા હડમતિયા ગ્રામ પંચાયત કચેરી ના તલાટી મંત્રી શ્રી હેતલબેન જમોડ દ્વારા ગ્રામ પંચાયત કચેરી ના કાર્ય તેમજ કેવી રીતે ગામના વિકાસનું આયોજન થાય છે તેની માહિતિ વિદ્યાર્થીઓને આપી હતી. જન્મ મરણ રજીસ્ટર અને લગ્ન નોંધણી રજિસ્ટર જેવા અગત્યના રજિસ્ટર વિશે માહિતિ આપી હતી. 

                ત્યાર બાદ વિદ્યાર્થીઓએ ગામના કરવેરા તેમજ કચેરીના કામકાજને લઇ ને મુઝવતા પ્રશ્નો તલાટી મંત્રી શ્રી ને પુછ્યા હતા. ખાંડા હડમતિયા ગ્રામ પંચાયત કચેરી ના તલાટી મંત્રી શ્રી હેતલબેન જમોડ દ્વારા વિદ્યાર્થીના પ્રશ્નો ના જવાબ આપીને પ્રેરણા પુરી પાડી તેમજ માર્ગદર્શન આપ્યુ હતું. આમ ગામની એક સરકારી કચેરીની મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખુબ જ જ્ઞાન સભર રહી.



  ખાંડા હડમતિયા ગામની સહકારી દુધ મંડળી ની મુલાકાત પણ લેવામા આવી. જેમા વિદ્યાર્થીઓને પશુપાલન ના વ્યવસાય ના ફાયદા વિશે વાત કરવામા આવી તેમજ દુધ ના ફેટ કેમ નીકળે ? કેવી રીતે દુધ નો સંગ્રહ કરવામા આવે ? તે સમગ્ર પ્રક્રિયા ભરતભાઇ રબારી દ્વારા સમજાવવામા આવી.  શૈક્ષણિક મુલાકાત સંદર્ભે શાળાના મુખ્ય શિક્ષક શ્રી સુનિલભાઇ પરમાર, શાળાના શિક્ષક દેવિકાબેન મકાણી અને ભાવેશભાઇ સાપરાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.






















 

Thursday, September 16, 2021

હકારાત્મક તેમજ પ્રેરણાદાયી અભિગમ સાથે BRC CO - ORDINATOR શ્રી રવિદાનભાઇ બારહટ તેમજ સાથે CRC CO - ORDINATOR -લીલાપુર શ્રી સુરેશભાઈ અણીયાળીયા દ્વારા ખાંડા હડમતિયા પ્રાથમિક શાળા મુલાકાત

          

હકારાત્મક તેમજ પ્રેરણાદાયી અભિગમ સાથે  BRC  CO -ORDINATOR  શ્રી રવિદાનભાઇ બારહટ  તેમજ સાથે  CRC CO - ORDINATOR લીલાપુર શ્રી સુરેશભાઈ અણીયાળીયા દ્વારા મુલાકાત ( EDU VISIT)


                       આજ રોજ તારીખ 16-09-2021 ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં બ્લોક રીસોર્સ કો- ઓર્ડીનેટર  (BRC  CO -ORDINATOR ) શ્રી રવિદાનભાઇ બારહટ  તેમજ સાથે કલ્સ્ટર  રિસોર્સ કો ઓર્ડીનેટર (CRC CO - ORDINATOR )લીલાપુર તાલુકા શાળા સુરેશભાઈ અણીયાળિયા દ્વારા મુલાકાત લઇ સ્કૂલ ઓફ એક્સલન્સ (SCHOOLS OF EXCELLENCE)   ની માહિતિ આપી. તેમજ G- SHALA APPLICATION  INSTALLATION  બાબતે માર્ગદર્શન આપ્યુ તેમજ WHATS APP BASED  મૂલ્યાંકન અંગે  તેમજ શિક્ષણ મા નવીન તરાહ  ની ચર્ચા ખૂબ જ હકારાત્મક તેમજ પ્રેરણાદાયી અભિગમ સાથે શાળાના આચાર્ય તેમજ શિક્ષકો સાથે કરવામાં  આવી તેમજ  માર્ગદર્શન પૂરું પાડ્યું. શાળા પરિવાર વતી BRC  CO -ORDINATOR ) શ્રી રવિદાનભાઇ બારહટ  તેમજ સાથે કલ્સ્ટર  રિસોર્સ કો ઓર્ડીનેટર (CRC CO - ORDINATOR )લીલાપુર  સુરેશભાઈ અણીયાળીયા નો ખુબ ખુબ આભાર....................








Wednesday, September 15, 2021

ભારતના વડાપ્રધાન માનાનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવવા BIRTHADAY CARD બનાવ્યા

     

ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે  ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા  જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવવા  BIRTHADAY CARD  બનાવ્યા








           ભારતના વડાપ્રધાન માનાનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે  ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાના (KHANDA HADMATIYA PRIMARY SCHOOL ) વિદ્યાર્થીઓ દ્વારા  તારીખ ૧૫/૦૯/૨૦૨૧ ના રોજ કલર કાગળ માથી  જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવવા  BIRTHADAY CARD  બનાવવામા આવ્યા હતા. જેમા ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખુબ જ સરસ કાર્ડ બનાવવામા આવ્યા હતા. કાર્ડ બનવવાનુ કૌશલ્ય વિકસાવવા શાળાના શિક્ષકોએ માર્ગદર્શન આપ્યુ હતું. 










Thursday, September 9, 2021

ખાંડા હડમતિયા પ્રાથમિક શાળામા શિક્ષક દિન ની ઉજવણી

                   


ખાંડા હડમતિયા પ્રાથમિક શાળામા શિક્ષક દિન ની ઉજવણી 

 

                    આજરોજ તારીખ 09-09-2021 ના રોજ  ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ખાંડા હડમતીયા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના 102 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષક દિનની ઉજવણી કરી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ના જન્મદિન નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શાળાના આચાર્યશ્રી સુનિલ ભાઈ પરમાર તેમજ શાળાના શિક્ષક  શિક્ષક દેવિકાબેન મકાણી તેમજ ભાવેશભાઇ સાપરા તે વિદ્યાર્થીઓને શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું જે અંતર્ગત શાળાના શિક્ષક શ્રી રમેશભાઇ કુકડિયા, રસિકભાઇ રાજપરા, વિજયભાઇ દેવમુરારી, માયાબેન યાદવ તેમજ નિર્મળાબેન વાજાએ આજે શિક્ષક તરીકે ભાગ લેનાર તમામ ને શુભેચ્છાઓ આપી હતી. તેમજ  આજના ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ  પોતે શિક્ષક બની આજે શિક્ષણકાર્ય કરાવ્યું હતું.જેમાં કુલ 24 વિદ્યાર્થીઓએ આજે શિક્ષક બની પોતાનું કાર્ય અને ફરજ બજાવી હતી.

         

               આજના શિક્ષક દિન ના આચાર્ય શ્રી ધૃવ સુરેશભાઇ કુકડિયા અને ઉપ આચાર્ય શ્રી જયશ્રી વિનુભાઇ મકવાણાએ વિદ્યાર્થીઓને પ્રાર્થનામાં માર્ગદર્શન આપ્યું હતું તેમજ આજના દિવસે કરવાની થતી પ્રવૃત્તિઓ તેમજ કેવી રીતે વર્ગનું સંચાલન થશે તેની માહિતી તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપી હતી. બીજા તમામ વિદ્યાર્થીઓએ વર્ગમાં તેમને ખૂબ જ સહકાર આપ્યો હતો.

 

       આખો દિવસ વિદ્યાર્થીઓ અને આજના શિક્ષકો ખૂબ જ કાર્યરત રહી સાચા અર્થમા શિક્ષણને સમર્પિત દિવસ પસાર કર્યો. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ થયો ઘણી બધી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ શીખ્યા સાથે રમત ગમત પ્રવૃત્તિઓ પણ કરી.  ૫.૦૦ કલાકે પ્રતિભાવ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં દરેક ધોરણમાંથી બે પ્રતિભાવ રજૂ કર્યા આવી રીતે એક ખૂબ જ પ્રવૃત્તિશીલ દિવસ પસાર થયો 


 

                                                    આચાર્ય શ્રી ધૃવ સુરેશભાઇ કુકડિયા